અયોધ્યામાં રોશનીનો મહાકુંભ: સરયૂ તટ પર 30 લાખ દીવડા પ્રજ્વલિત થશે

અયોધ્યામાં રોશનીનો મહાકુંભ: સરયૂ તટ પર 30 લાખ દીવડા પ્રજ્વલિત થશે

અયોધ્યા,

અવધ યુનિ.ના 35 હજાર સ્વયંસેવકો સજ્જ, ઉપરાષ્ટ્રપતિની વિશેષ ઉપસ્થિતિમાં દીપોત્સવ

અયોધ્યાના ઐતિહાસિક સરયૂ ઘાટ પર એક સાથે 30 લાખ દિવડાઓ પ્રજ્વલિત કરીને નવો વિશ્વવિક્રમ સ્થાપિત કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક અને અલૌકિક આયોજનને સફળ બનાવવા માટે રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીના આશરે 35,000 જેટલા સ્વયંસેવકો રાત-દિવસ સતત મહેનત કરી રહ્યા છે. ઘાટ પર દરેક દીવડાઓની યોગ્ય ગોઠવણી, તેલ અને વાટ પુરવા સહિતની તમામ વ્યવસ્થાઓ ખૂબ જ ચીવટપૂર્વક ગોઠવવામાં આવી રહી છે. અયોધ્યાના દીપોત્સવમાં દેશના ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે વિશેષ હાજરી આપવાના હોવાથી આ ઉત્સવ વધુ ખાસ અને યાદગાર બની રહેશે. સમગ્ર અયોધ્યા નગરીને રોશની, પુષ્પો અને સુશોભનથી શણગારવામાં આવી રહી છે.

You may also like

અયોધ્યામાં રોશનીનો મહાકુંભ: સરયૂ તટ પર 30 લાખ દીવડા પ્રજ્વલિત થશે

અયોધ્યામાં રોશનીનો મહાકુંભ: સરયૂ તટ પર 30 લાખ દીવડા પ્રજ્વલિત થશે

ચિપ્સ-નમકીનના રૂ.પાંચવાળા પડીકા બંધ થવાની તૈયારીમાં

ચિપ્સ-નમકીનના રૂ.પાંચવાળા પડીકા બંધ થવાની તૈયારીમાં

દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન ઈમારત તૂટી: ૨ લોકોના મોત અનેક દટાયા

દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન ઈમારત તૂટી: ૨ લોકોના મોત અનેક દટાયા

તહેવારમાં ખાનગી બસોની બેફામ લૂંટ સામે ધારાસભ્ય કુમાર કાનાણી લાલઘૂમ

તહેવારમાં ખાનગી બસોની બેફામ લૂંટ સામે ધારાસભ્ય કુમાર કાનાણી લાલઘૂમ