રાજકોટમાં દિવાળી ટાણે સૂકામેવાના ભાવમાં ૨૫ થી ૫૫ ટકાનો તોતિંગ ઉછાળો Oct 26, 2026 રાજકોટ,આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતી યુદ્ધની પરિસ્થિતિ અને વિદેશમાંથી થતી આયાતમાં ઘટાડો થવાના કારણે સૂકામેવાના (ડ્રાયફ્રૂટ) ભાવમાં ૨૫ ટકાથી લઈને ૫૫ ટકા સુધીનો ધરખમ વધારો નોંધાયો છે.સામાન્ય દિવસોમાં બજારમાં અંદાજે ૨૦૦ કન્ટેનરની આવક થતી હતી, જે ઘટીને હાલ માત્ર ૨૦ કન્ટેનર પર આવી ગઈ છે. સપ્લાય ચેઈન ખોરવાતા રાજકોટમાં બદામનો ભાવ કિલોદીઠ રૂ. ૮૦૦થી વધીને રૂ. ૧,૨૦, કાજુ રૂ. ૭૦૦થી વધીને રૂ. ૧,૦૦૦ અને પિસ્તા રૂ. ૧,૨૦૦થી વધીને રૂ. ૧,૮૦૦ પ્રતિ કિલો પહોંચી ગયા છે. આ અણધાર્યા ભાવવધારાના કારણે તહેવારોમાં ગિફ્ટિંગ અને ઘર વપરાશ માટે ડ્રાયફ્રૂટ ખરીદતી સામાન્ય જનતા અને ગૃહિણીઓનું આખું આર્થિક બજેટ ખોરવાઈ ગયું છે. Previous Post Next Post