બંગાળની ખાડીમાં સર્જાયેલા ‘અર્નબ’નું રૌદ્ર સ્વરૂપ સેટેલાઇટ તસવીરોમાં કેદ Oct 26, 2026 નવી દિલ્હી,આંધ્ર પ્રદેશ અને ઓડિશા માટે હવામાન વિભાગનું ‘રેડ એલર્ટ’ જાહેરબંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું ‘અર્નબ’ અત્યંત ખતરનાક અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જેને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા અને હવામાન વિભાગની સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વાવાઝોડાની ગંભીરતાને જોતાં હવામાન વિભાગે આગામી 28 ઓક્ટોબરે આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કિનારે ટકરાવાની સંભાવના વ્યક્ત કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન હવે તીવ્ર બનીને ચક્રવાતી તોફાન ‘અર્નબ’માં પરિવર્તિત થઈ ગયું છે. આ જોખમને ધ્યાનમાં રાખીને આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું ત્રાટકે ત્યારે ભારે પવન ફૂંકાવાની અને મુશળધાર વરસાદ પડવાની પૂરી શક્યતા છે. Previous Post Next Post