નર્મદા પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ: એકાદ-બે દિવસમાં આજી અને ન્યારી ડેમમાં 'સૌની યોજના' હેઠળ નીર ઠલવાશે

નર્મદા પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ: એકાદ-બે દિવસમાં આજી અને ન્યારી ડેમમાં 'સૌની યોજના' હેઠળ નીર ઠલવાશે

રાજકોટ,

નર્મદાની પાઇપલાઇનમાં સર્જાયેલી તાંત્રિક ખામી અને ક્ષતિઓનું સમારકામ સિંચાઈ વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ કામગીરી આટોપી લેવાતાં હવે રાજકોટ શહેરની મુખ્ય પીવાના પાણીની જીવનદોરી સમાન જળાશયોને નર્મદાના નીરથી ભરી દેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સિંચાઈ વિભાગના સત્તાવાર સંકેતો અનુસાર, આગામી એકાદ-બે દિવસની અંદર જ 'સૌની યોજના' હેઠળ રાજકોટના આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવશે. 

તંત્ર દ્વારા પાઇપલાઇનનું સમારકામ સત્વરે પૂરું કરી દેવાતાં હવે બંને મુખ્ય ડેમો પુનઃ ભરાશે, જેના કારણે રાજકોટ શહેરના લાખો નાગરિકોને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે. સિંચાઈ અને મનપા તંત્ર દ્વારા પાણી છોડવા માટેનું જરૂરી પ્લાનિંગ અને ટ્રાયલ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!