ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં વચેટિયો 'સમીર' પકડાયો

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં વચેટિયો 'સમીર' પકડાયો

મુંબઈ,

₹35 હજાર અને વિદેશની લાલચ આપી લોરેન્સ ગેંગ સાથે કનેક્શન કરાવનાર વચેટિયાની ધરપકડ

ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્ક સાથે જોડાયેલા સમીર નામના વચેટિયાની ધરપકડ કરી છે. સમીરે જ લોરેન્સ ગેંગના અને કેલિફોર્નિયામાં બેઠેલા ગેંગસ્ટર અનિલ પંડિત સાથે મુખ્ય આરોપીઓની સીધી વાતચીત કરાવી આપી હતી. કેસના મુખ્ય આરોપી રેયાન ઉર્ફે સુક્કાને આ ગુનાહિત કૃત્ય અંજામ આપવા બદલ રોકડા રૂ. 35 હજાર આપવા તેમજ વિદેશમાં કાયમી સેટલ કરાવી આપવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓ ઓળખ છુપાવવા માટે 'જગ્ગી' એપ દ્વારા અનિલ પંડિતના સંપર્કમાં રહેતા હતા. તેમને હથિયારો કોઈ વ્યક્તિગત આપવા આવ્યું ન હતું, પરંતુ કચરાપેટી પાસેથી હથિયાર ઉપાડી લેવાની સૂચનાઓ મળતી હતી.

આ મામલે 'રેપિડો' કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે એક શખ્સ ભૂતકાળમાં કેપ્ટન તરીકે રજિસ્ટર્ડ હતો, પણ ઘટનાના દિવસે તેણે માત્ર ગ્રાહક તરીકે જ સેવાનો ઉપયોગ કર્યો હતો. મુંબઈ પોલીસ હવે તમામ આરોપીઓની કડક પૂછપરછ કરી આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્કનો પર્દાફાશ કરશે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!