દિવાળી પર્વ નિમિત્તે રાજકોટ ST ચલાવશે 100 એક્સ્ટ્રા બસો Oct 20, 2026 રાજકોટ,દાહોદ, પંચમહાલ અને અમદાવાદ રૂટ પર વધારાની સર્વિસ, મુસાફરોને મોટી રાહતઆગામી દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોના ભારે ઘોડાપૂર અને ટ્રાફિક રશને પહોંચી વળવા માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા તહેવારોની રજાઓમાં વતન જતા લોકો તેમજ પ્રવાસીઓની સુવિધા માટે રાજકોટ એસટી નિગમ દ્વારા વિવિધ રૂટો પર ૧૦૦ જેટલી વધારાની (એક્સ્ટ્રા) બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટના નવા એસટી બસ સ્ટેન્ડ ખાતેથી મુખ્યત્વે દાહોદ, ગોધરા, પંચમહાલ, ઝાલોદ, ગીર સોમનાથ, અમરેલી અને અમદાવાદ તરફ જતા મુસાફરોની સંખ્યામાં મોટો વધારો થતો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એસટી ડિવિઝનલ કંટ્રોલર અને અધિકારીઓ દ્વારા આ ખાસ વધારાની બસોના સંચાલન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જેનાથી ખાનગી ટ્રાવેલ્સના ઊંચા ભાડામાંથી પણ મુસાફરોને મોટી રાહત મળશે. Previous Post Next Post