અંબાજી પંથકના કુંભારિયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

અંબાજી પંથકના કુંભારિયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

અંબાજી,

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અને તેની આસપાસના સમગ્ર પંથકમાં આજે બપોર પછી કુંભારિયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. તેજ સુસવાટા મારતા પવન વચ્ચે અચાનક વીજળીના ભયાનક કડાકા-ભડાકા થતાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આ અણધાર્યા કમોસમી વરસાદના કારણે સમગ્ર અંબાજી અને કુંભારિયા પંથકમાં ક્ષણભરમાં વરસાદી માહોલ સર્જાઈ ગયો હતો.

અચાનક આવેલા આ વરસાદી ઝાપટાં અને પવનના કારણે વાતાવરણમાં પ્રવર્તતા અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી લોકોને મોટી રાહત મળી હતી. કમોસમી વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં આહલાદક અને ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી. માં અંબાના દર્શનાર્થે અંબાજી આવેલા મોટી સંખ્યામાં યાત્રાળુઓ તેમજ કુંભારિયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સ્થાનિક રહીશોએ હવામાનમાં આવેલા આ અચાનક અને અલ્હાદક ફેરફારનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!