ફ્રાન્સના પેરિસ પર મુસ્લિમો કબજો કરી લેશે: ડોનાલ્ડ ટ્રમ્પની ગંભીર ચેતવણી

ફ્રાન્સના પેરિસ પર મુસ્લિમો કબજો કરી લેશે: ડોનાલ્ડ ટ્રમ્પની ગંભીર ચેતવણી

નવી દિલ્હી,

પેરિસમાં હિંસા વચ્ચે ૧૮૦૦થી વધુની ધરપકડ અને ૫૦૦થી વધુ ઘાયલ

યુરોપિયન દેશ ફ્રાન્સમાં ચાલી રહેલી ઉગ્ર હિંસા અને અશાંતિ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ-સોશિયલ પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે ફ્રાન્સ હાલમાં સળગી રહ્યું છે અને જુદી દુનિયાથી આવેલા વસાહતીઓ આ મહાન દેશને તબાહ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ઇસ્લામ ફ્રાન્સ પર કબજો જમાવવા માંગે છે અને જો ફ્રાન્સ પોતાની સરહદો બંધ કરીને વહેલી તકે કડક પગલાં નહીં ભરે, તો ત્યાંની ઐતિહાસિક ઇમારતો પણ ભસ્મ થઈ જશે.

ફ્રાન્સના ગૃહ પ્રધાન લૌરેન્ટ નુનેજે જણાવ્યું છે કે પેરિસ સહિત દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને હિંસા દરમિયાન અત્યાર સુધીમાં રેકોર્ડ ૧,૮૦0 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. માત્ર પેરિસ શહેરમાંથી જ ૮૫૫ લોકોની અટકાયત કરવામાં આવી છે. હિંસક અથડામણોમાં પોલીસકર્મીઓ, ફાયર બ્રિગેડના જવાનો અને પેરામેડિકલ સ્ટાફ સહિત ૫૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઉદારમતવાદી નીતિઓના કારણે વસાહતીઓ દ્વારા ફ્રાન્સમાં સામાજિક સમસ્યાઓ ઊભી થઈ છે. ફ્રાન્સે આ અરાજકતાને તાત્કાલિક નહીં અટકાવવી ગંભીર પરિણામો ભોગવવા પડશે.