બે તબક્કામાં લાગુ થશે નવા નિયમો: પેકેટ પર ષટ્કોણ આકારમાં સ્પષ્ટ દેખાશે ‘હાઇ શુગર’ અને ‘હાઇ સોલ્ટ’ ની ચેતવણી

બે તબક્કામાં લાગુ થશે નવા નિયમો: પેકેટ પર ષટ્કોણ આકારમાં સ્પષ્ટ દેખાશે ‘હાઇ શુગર’ અને ‘હાઇ સોલ્ટ’ ની ચેતવણી

નવી દિલ્હી,

ખાદ્ય પદાર્થોના પેકેટ પર ખાંડ, મીઠું અને ફેટનું પ્રમાણ લાલ રંગમાં લખવું હવે ફરજિયાત

કેન્દ્ર સરકાર અને ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય હિતને સર્વોપરી રાખીને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. જંક ફૂડ અને પેક્ડ ખાદ્ય ચીજવસ્તુઓમાં રહેલા હાનિકારક તત્વો અંગે સુપ્રીમ કોર્ટની કડક ફટકાર બાદ, FSSAIએ સર્વોચ્ચ અદાલતમાં પોતાનો વિગતવાર એક્શન પ્લાન રજૂ કર્યો છે. આ નવા નિયમો અમલમાં આવ્યા બાદ હવે બજારમાં વેચાતા તમામ પેક્ડ ફૂડના પેકેટ્સ પર ખાંડ, ચરબી (ફેટ) અને મીઠા (સોલ્ટ) ની માત્રા સ્પષ્ટપણે દર્શાવવી અનિવાર્ય બનશે.

જસ્ટિસ જે.બી. પારડીવાલાની આગેવાની હેઠળની બેંચ સમક્ષ FSSAI દ્વારા 6 પાનાનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં ‘3S એન્ડ અવર હેલ્થ સોસાયટી’ નામની એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજીની સુનાવણી દરમિયાન અદાલતે આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટની નારાજગી અને કડક વલણ બાદ સત્તાવાર તંત્ર હરકતમાં આવ્યું છે અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો તથા છૂપી રીતે વેચાતી હાનિકારક ખાણી-પીણીની વસ્તુઓ સામે કડક કાયદાકીય ઘડતરની રૂપરેખા રજૂ કરી છે.

સુપ્રીમ કોર્ટની કડક ફટકાર બાદ FSSAI નો 

ખાદ્ય ઉત્પાદકો અને પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પોતાના પેકેજિંગ બદલવા તેમજ નવા ધોરણો સાથે અનુકૂલન સાધવા માટે પૂરતો સમય મળી રહે તે હેતુસર આ નિયમોને બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. આ પગલાથી સામાન્ય નાગરિકો, વિશેષ કરીને બાળકો અને યુવાનોમાં વધતી જતી સ્થૂળતા (ઓબેસિટી), ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી બીમારીઓ સામે અંકુશ મેળવવામાં મોટી મદદ મળશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.


​શું હશે નવા નિયમોની ખાસિયતો?

પ્રસ્તાવિત નવા નિયમો અનુસાર, જે ખાદ્ય પદાર્થોમાં નક્કી કરેલા ધોરણો અથવા મર્યાદા કરતાં વધુ માત્રામાં ખાંડ, ફેટ કે સોલ્ટ (મીઠું) હશે, તેના ડબ્બા કે પેકેટના મુખ્ય ભાગ પર લાલ રંગમાં ચેતવણી છાપવી પડશે. જેમાં 'હાઇ શુગર' (High Sugar), 'હાઇ ફેટ' (High Fat) અને 'હાઇ સોલ્ટ' (High Salt) જેવા શબ્દો સ્પષ્ટ દેખાશે. ગ્રાહકો આ ચેતવણીને સરળતાથી વાંચી અને સમજી શકે તે માટે આ ચેતવણીને ષટ્કોણ (Hexagon) આકારના ચિહ્નમાં દર્શાવવામાં આવશે. આ ઉપરાંત, આ ચેતવણીના ફોન્ટ સાઇઝ પાછળ આપવામાં આવતા ન્યુટ્રિશન ટેબલના ફોન્ટ કરતાં 1 પોઇન્ટ મોટા રાખવાની જોગવાઈ કરાઈ છે જેથી ગ્રાહકોની નજર સીધી તેના પર પડે

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ