વારાણસી-સાબરમતી એક્સપ્રેસના નવા સ્ટોપેજને મંજૂરી Oct 22, 2026 અમદાવાદ,પ્રવાસીઓની સુવિધા માટે રેલવે બોર્ડનો મોટો નિર્ણયરેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વારાણસી-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન માટે નવા સ્ટોપેજોને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી વારાણસીથી સાબરમતી (અમદાવાદ) વચ્ચે દોડતી આ ટ્રેનના માર્ગમાં આવતા વિવિધ મહત્વના સ્ટેશનો મિરઝાપુર, પ્રયાગરાજ, ઇદગાહ આગ્રા, ભરતપુર, બાંદીકુઇ, જયપુર, કિશનગઢ, અજમેર, પાલનપુર ગાંધીનગર થઈને મહેસાણા પર પ્રવાસીઓ હવે સરળતાથી ચઢી કે ઉતરી શકશે. વારાણસી જંકશનથી સાંજે 5:30 કલાકે રવાના થઈ બીજા દિવસે 8:15 કલાકે સાબરમતી પહોંચશે. જ્યારે સાબરમતીથી સવારે 5:20 કલાકે ઉપડી બીજા દિવસે 6:30 કલાકે વારાણસી જંક્શન પહોંચશે. આ ટ્રેનમાં 22 કોચ લગાવેલા હશે. Previous Post Next Post