આસો મહિનામાં ઉનાળા જેવો તાપ: ગુજરાતમાં સૂકા પવનોથી ગરમીનો પ્રકોપ વધ્યો

આસો મહિનામાં ઉનાળા જેવો તાપ: ગુજરાતમાં સૂકા પવનોથી ગરમીનો પ્રકોપ વધ્યો

ગાંધીનગર ,

રાજકોટમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર; બેવડી ઋતુ વચ્ચે દિવસભર બફારો અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે અને આસો મહિનાના દિવસોમાં પણ લોકોએ ઉનાળા જેવી આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી ફૂંકાઈ રહેલા સૂકા પવનોના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ અને તેની અસર અચાનક વધી ગઈ છે. આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી અને મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જ્યારે ભુજ, નલિયા, કંડલા અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન ૩૯ ડિગ્રીથી વધુ નોંધાયું છે. પોરબંદર, કેશોદ, વેરાવળ, મહુવા અને ભાવનગર જેવા સ્થળોએ પણ આખો દિવસ આકરો તાપ અને ઉકળાટ અનુભવાઈ રહ્યો છે.

બીજી બાજુ, સવાર અને રાત્રિના સમયે તાપમાન નીચું જતાં નલિયા અને પોરબંદરમાં લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેના કારણે રાજ્યમાં ધીમે ધીમે શિયાળાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!