લો બોલો! વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન મામલે ભાજપ સામે ભાજપ

લો બોલો! વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન મામલે ભાજપ સામે ભાજપ

વલભીપુર (ધર્મેન્દ્રસિંહ સોલંકી દ્વારા),

વોર્ડ નંબર ૧થી ૬માં ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી ખોરવાતા સભ્યોએ પ્રમુખ સમક્ષ કરી ઉગ્ર રજૂઆત

વલભીપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૧થી ૬માં કચરો એકત્રિત કરવા માટેની ટેમ્પોવાન સમયસર આવતી ન હોવાની ફરિયાદો ઉઠતા નગરસેવકોએ પ્રમુખ ગોહિલ ધરમબાને ઉગ્ર રજૂઆત કરી હતી.

નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ તરીકે કચેરીમાં આવીને વહીવટ કરતા વિજયસિંહ ગોહિલ સમક્ષ પણ નગરસેવકોએ પોતાની રજૂઆતો કરી હતી. નગરસેવકોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર ૧થી ૬ના નગરજનો સવારથી સાંજ સુધીમાં અનેક વખત ફોન કરીને કચરાની ગાડી સમયસર આવતી ન હોવાની ફરિયાદો કરી રહ્યા છે. જેના કારણે સોસાયટીઓ અને રહેણાક વિસ્તારોમાં કચરાના ઢગલા જમા થઈ રહ્યા છે અને દુર્ગંધથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આજે નગરપાલિકા ખાતે વોર્ડ નંબર ૫ના ભોરણીયા, નીતિનભાઈ, ભરતભાઈ કામ્બડ, સોલંકી દીપકભાઈ, પરમાર ભરતભાઈ, હિરેનભાઈ ગોસાઈ અને ગોહિલ ચતુરસિંહ સહિતના સભ્યોએ પ્રમુખ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

You may also like

લો બોલો! વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન મામલે ભાજપ સામે ભાજપ

લો બોલો! વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન મામલે ભાજપ સામે ભાજપ

વિમલની જાહેરાત સામેની નોટિસ માત્ર ‘ઢોંગ’: અજય દેવગણે નોટિસ બોમ્બે હાઈકોર્ટમાં પડકારી

વિમલની જાહેરાત સામેની નોટિસ માત્ર ‘ઢોંગ’: અજય દેવગણે નોટિસ બોમ્બે હાઈકોર્ટમાં પડકારી

રામાયણ: પાર્ટ વનનું વર્લ્ડવાઈડ એડવાન્સ બુકિંગ ₹100 કરોડને પાર

રામાયણ: પાર્ટ વનનું વર્લ્ડવાઈડ એડવાન્સ બુકિંગ ₹100 કરોડને પાર

હોટેલ સરાઝાના મેનેજરની પૂછપરછ બાદ CCTV અને DVR જપ્ત, માલિકની પૂછપરછની તૈયારી

હોટેલ સરાઝાના મેનેજરની પૂછપરછ બાદ CCTV અને DVR જપ્ત, માલિકની પૂછપરછની તૈયારી