અબ સબ કુછ મીઠ્ઠા હો જાયે..!! તહેવારો પહેલા ખાંડના છૂટક ભાવમાં 10 ટકાનો ઘટાડો

અબ સબ કુછ મીઠ્ઠા હો જાયે..!! તહેવારો પહેલા ખાંડના છૂટક ભાવમાં 10 ટકાનો ઘટાડો

અમદાવાદ,

છેલ્લા 3 અઠવાડિયામાં ખાંડના છૂટક ભાવમાં લગભગ 10%નો ઘટાડો થઈને ₹65થી ₹58.5 પ્રતિ કિલો થઈ ગયો છે. કેન્દ્ર સરકારે મોટી માત્રામાં ખાંડનો ઉપયોગ કરતા વેપારીઓ માટે સ્ટોક રાખવાની મર્યાદા 15 દિવસથી વધારીને 30 દિવસ કરી છે. તેનાથી તહેવારો દરમિયાન ખાંડની ઉપલબ્ધતા જાળવી રાખવામાં મદદ મળી શકે છે. 

જોકે, ખાદ્ય વિભાગે ઉદ્યોગોને જણાવ્યું છે કે છૂટક ભાવમાં થયેલો ઘટાડો મિલમાંથી બહાર આવ્યા બાદના ભાવમાં થયેલા મોટા ઘટાડાની સરખામણીએ ઓછો છે. વિભાગના જણાવ્યા અનુસાર, મિલમાંથી બહાર નીકળતી ખાંડના ભાવમાં લગભગ 25%નો ઘટાડો થઈ ચૂક્યો છે, પરંતુ સપ્લાય ચેઇન દ્વારા તેનો સંપૂર્ણ લાભ ગ્રાહકો સુધી પહોંચ્યો નથી. વિભાગે જથ્થાબંધ વેપારીઓ, છૂટક દુકાનદારો અને વેપાર સાથે જોડાયેલા અન્ય લોકોને તાત્કાલિક ભાવમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કહ્યું છે. 

વિભાગે કહ્યું છે કે હવે આ મર્યાદા વધારીને 30 દિવસ કરવામાં આવી છે, પરંતુ એક શરત સાથે. જૂની 15 દિવસની મર્યાદા કરતાં વધુ જે પણ સ્ટોક રાખવામાં આવશે, તે માત્ર ટેરિફ રેટ ક્વોટા અથવા એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ આયાત કરવામાં આવેલી ખાંડમાંથી જ લેવો પડશે. કેન્દ્ર સરકારે ટેરિફ રેટ ક્વોટા હેઠળ 10 લાખ ટન ખાંડની આયાત કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ ખરીદવામાં આવેલી નિકાસ માટે નિર્ધારિત ખાંડને સ્થાનિક બજારમાં વેચવાની પણ મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ, સ્થાનિક ખુલ્લા બજારમાંથી ખરીદવામાં આવેલી ખાંડનો સ્ટોક હજુ પણ 15 દિવસના વપરાશ સુધી જ મર્યાદિત રહેશે. સરકારે જથ્થાબંધ ગ્રાહકો માટે દર શુક્રવારે ખાદ્ય વિભાગના ઓનલાઈન પોર્ટલ પર પોતાના ખાંડના સ્ટોકની માહિતી આપવી ફરજિયાત કરી છે.

You may also like

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

પોરબંદરમાં શન્ટિંગ દરમિયાન શાલીમાર એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતર્યા

પોરબંદરમાં શન્ટિંગ દરમિયાન શાલીમાર એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતર્યા