મોબાઈલ છોડી ભણવા બેસવાની માતાએ ટકોર કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

મોબાઈલ છોડી ભણવા બેસવાની માતાએ ટકોર કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

સુરત,

સુરતના સચિન વિસ્તારમાં પરીક્ષા ટાણે છાત્રને માતાનો ઠપકો માઠો લાગ્યો

સુરતના સચિન વિસ્તારમાં આવેલા શિવનગર ખાતેના જય અંબે નગરમાં રહેતા અને ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થી પિયુષ રાજેન્દ્ર ચૌરસિયાએ માતાના ઠપકાથી લાગી આવતાં પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

પિયુષને મોબાઇલમાં ગેમ રમવાની ટેવ હતી અને હાલ તેની પરીક્ષા ચાલી રહી હતી. આ દરમિયાન માતાએ તેને મોબાઈલ મૂકીને અભ્યાસ કરવા પર ધ્યાન આપવા માટે ટકોર કરી હતી. માતાના આ સામાન્ય ઠપકાનું માઠું લાગી જવાથી આવેશમાં આવીને પિયુષે આત્યંતિક પગલું ભરી લીધું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાને પગલે સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

You may also like

સુપર અલ નીનોનો ખતરો: 5 મહિનામાં 3.5 લાખથી વધુ મોતોની આશંકા

સુપર અલ નીનોનો ખતરો: 5 મહિનામાં 3.5 લાખથી વધુ મોતોની આશંકા

દિવાળી પર્વ શૃંખલાનો  5 નવેમ્બરથી પ્રારંભ, આ વર્ષે પણ 'ધોકો' યથાવત્

દિવાળી પર્વ શૃંખલાનો 5 નવેમ્બરથી પ્રારંભ, આ વર્ષે પણ 'ધોકો' યથાવત્

એલસી ચૂંટણી: આરએસએસના ગઢ નાગપુરમાં કોંગ્રેસના અભિજિત વણજારીની શાનદાર જીત