હળવા વરસાદની આગાહી વચ્ચે પારો બે ડિગ્રી ડાઉન: અમદાવાદ, સુરત અને રાજકોટમાં ઠંડીનો ચમકારો Oct 29, 2026 અમદાવાદ,ગુજરાતમાં બેવડી ઋતુના માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ એટલે કે 29મીથી 31મી ઓક્ટોબર દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.જમ્મુ અને રાજસ્થાન ઉપર સક્રિય થયેલી બે અલગ-અલગ વાતાવરણીય સિસ્ટમની અસરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવન સાથે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.વરસાદની આ આગાહીની સાથે જ મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મહાનગરોમાં પારો ગગડતાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ઠંડીનું જોર વધુ તીવ્ર બનશે. Previous Post Next Post