કરાચી પોર્ટ પર ૭ મહિનાથી કેદ ૬ ભારતીય ખલાસીઓના પાસપોર્ટ જપ્ત

કરાચી પોર્ટ પર ૭ મહિનાથી કેદ ૬ ભારતીય ખલાસીઓના પાસપોર્ટ જપ્ત

નવી દિલ્હી ,

કમાન્ડર અને શિપિંગ કંપની સામે ગંભીર આક્ષેપો: પરિવારોની વિદેશ મંત્રાલય પાસે મદદની ગુહાર

પાકિસ્તાનના કરાચી પોર્ટ પર છેલ્લા ૭ મહિનાથી ભારતના ૬ નાગરિકો (ખલાસીઓ) ફસાયેલા છે. એક ઈરાની જહાજ સાથે જોડાયેલા વિવાદના કારણે સ્થાનિક ઓથોરિટી અને સંબંધિત પક્ષો દ્વારા આ ભારતીય ખલાસીઓના પાસપોર્ટ તથા અન્ય મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કરી લેવામાં આવ્યા છે, જેના કારણે તેઓ પોર્ટ છોડીને ભારત પરત ફરી શકતા નથી.

આ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા ખલાસીઓના પરિવારજનો દ્વારા શિપિંગ કંપની અને સંચાલકો સામે મસમોટા આરોપો લગાવવામાં આવ્યા છે. પરિવારોનું કહેવું છે કે આ વિવાદમાં જહાજના મુખ્ય અધિકારીઓ અને સંચાલકો (કમાન્ડર શાહબાઝ સહિતના નામો ચર્ચામાં છે) દ્વારા ભારતીય ખલાસીઓને જાણી જોઈને મુશ્કેલીમાં મૂકવામાં આવ્યા છે અને તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. કરાચી પોર્ટ પર ફસાયેલા આ તમામ ભારતીય ખલાસીઓના પરિવારોએ ભારે ચિંતા વ્યક્ત કરતા ભારત સરકારના વિદેશ મંત્રાલય અને સંબંધિત એજન્સીઓ સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તેમને હેમખેમ વતન પરત લાવવા માટે ઉગ્ર માગણી કરી છે.

You may also like

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ

દિલ્હીમાં વરસાદના વિઘ્નથી સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જનમહાભિયોગ કાર્યક્રમ રદ્દ

દિલ્હીમાં વરસાદના વિઘ્નથી સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જનમહાભિયોગ કાર્યક્રમ રદ્દ

કરાચી પોર્ટ પર ૭ મહિનાથી કેદ ૬ ભારતીય ખલાસીઓના પાસપોર્ટ જપ્ત

કરાચી પોર્ટ પર ૭ મહિનાથી કેદ ૬ ભારતીય ખલાસીઓના પાસપોર્ટ જપ્ત

બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી મોટી ઐતિહાસિક ખાટલા સભા

બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી મોટી ઐતિહાસિક ખાટલા સભા