દિલ્હીમાં વરસાદના વિઘ્નથી સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જનમહાભિયોગ કાર્યક્રમ રદ્દ

દિલ્હીમાં વરસાદના વિઘ્નથી સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જનમહાભિયોગ કાર્યક્રમ રદ્દ

નવી દિલ્હી,

રામલીલા મેદાનનો કાર્યક્રમ હવે આવતીકાલે યોજવા ઇન્ડિયા' ગઠબંધનનો મોટો નિર્ણય

દિલ્હીમાં પડી રહેલા ભારે વરસાદના કારણે  દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે 'ઇન્ડિયા'  ગઠબંધન દ્વારા દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે યોજાનાર પ્રસ્તાવિત 'જનમહાભિયોગ' કાર્યક્રમ હાલ પૂરતો ટળી ગયો છે. આ કાર્યક્રમને 31 ઓક્ટોબર સુધી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગઠબંધનના અગ્રણી નેતાઓએ આ વિરોધ પ્રદર્શનની રૂપરેખા તૈયાર કરવા માટે અગાઉ એક બેઠક યોજી હતી, જેમાં પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ સંપન્ન થનાર હતો. વિપક્ષ દ્વારા ચૂંટણી પંચના કેટલાક નિર્ણયો અને એસઆઈઆર સંબંધિત મુદ્દાઓ પર અસંતોષ વ્યક્ત કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે આ જાહેર મહાભિયોગ લાવવાની યોજના બનાવવામાં આવી હતી. હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિ અને વરસાદના વિઘ્નને ધ્યાનમાં રાખીને હવે આ કાર્યક્રમ સુધારેલી તારીખ મુજબ યોજવામાં આવશે.

You may also like

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ