૧ એપ્રિલ ૨૦૨૭થી ₹૧૦ અને ₹૨૦ની પ્લાસ્ટિકની નોટો આવશે

૧ એપ્રિલ ૨૦૨૭થી ₹૧૦ અને ₹૨૦ની પ્લાસ્ટિકની નોટો આવશે

નવી દિલ્હી,

આરબીઆઈ દ્વારા ૧૦૦ કરોડ નોટો માટે ફિલ્ડ ટ્રાયલનું આયોજન

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૧ એપ્રિલ, ૨૦૨૭થી ₹૧૦ અને ₹૨૦ ના મૂલ્યની પોલિમર (પ્લાસ્ટિક) ચલણી નોટો માટે એક વિશેષ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તબક્કાવાર રીતે ₹૧૦ અને ₹૨૦ ની આશરે ૧ અબજ (૧૦૦ કરોડ) જેટલી પોલિમર નોટો બજારમાં મુકવામાં આવશે.

નવી પોલિમર નોટોનું કદ હાલની કાગળની નોટો જેટલું જ રાખવામાં આવશે. કદ સમાન રાખવાથી બેંકોને તેમના એટીએમમાં રીકન્ફિગર કરવાનો વધારાનો પ્રારંભિક ખર્ચ કરવો પડશે નહીં. આ પ્લાસ્ટિક નોટો માત્ર એક ટ્રાયલ પ્રોજેક્ટ હોવાથી તે હાલની કાગળની નોટોની સાથે જ બજારમાં ચલણમાં રહેશે અને જૂની કાગળની નોટો પણ સંપૂર્ણપણે કાયદેસર ચલણ તરીકે માન્ય રહેશે.