પોદાર પ્રેપ રાજકોટ દ્વારા દિવાળી મેળાનું ઝળહળતું આયોજન Nov 05, 2026 રાજકોટ,દિવાળી એટલે પ્રકાશપર્વ પર પોદાર પ્રેપ સ્કૂલમાં દિવાળીની ઉજવણી વિવિધતાને સમજવા અને તમામ પરંપરાઓ અને સંસ્કૃતિઓ પ્રત્યે સહાનુભૂતિ અને આદર વિકસાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં અન્નમય કોશ, વિજ્ઞાનમય કોશ, પ્રાણમય કોશ, આનંદમય કોશ અને મનોમય કોશનો વિકાસ થશે.સીડ્સ (પ્લેગ્રુપ), ઇમર્જિંગ રૂટ્સ (નર્સરી), બડિંગ પ્લાન્ટ્સ (જુનિયર કેજી) અને ગ્રોઇંગ પ્લાન્ટ્સ (સિનિયર કેજી)ના બાળકો માટે રંગોળી તૈયાર કરવી, પ્લેડોથી મીઠાઈ બનાવવી, દીવાનું ડેકોરેશન, રંગબેરંગી મણકા પરોવવા, ટેંગ્રામથી રંગોળી, દિવાળી ડાન્સ એન્ડ ફ્રીઝ અને પાસ ધ દીયા જેવી રસપ્રદ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. Next Post