પોરબંદર, કચ્છ, દ્વારકા અને જામનગર દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતોને હેક્ટરદીઠ રૂ. 8500ની  સહાય

પોરબંદર, કચ્છ, દ્વારકા અને જામનગર દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતોને હેક્ટરદીઠ રૂ. 8500ની સહાય

ગાંધીનગર,

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાજ્યના ચાર જિલ્લાઓ—પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરને દુષ્કાળગ્રસ્ત (અછતગ્રસ્ત) જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યમાં સરેરાશ ઓછો વરસાદ નોંધાવાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં નદીઓ, તળાવો અને ડેમમાં પાણીનું સ્તર ઘટવા લાગ્યું છે તથા પાણીની તંગી વર્તાઈ રહી છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોને રાહત આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે પાકને થયેલા નુકસાન સામે પ્રભાવિત ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 8,500ની આર્થિક સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે. સરકારના આ નિર્ણયથી અછતનો સામનો કરી રહેલા અન્નદાતાઓને મોટી રાહત મળશે.

You may also like

વોટ્સએપ પર શેર માર્કેટની ખોટી ટિપ્સથી સાવધાન: SEBIની સખત ચેતવણી

વોટ્સએપ પર શેર માર્કેટની ખોટી ટિપ્સથી સાવધાન: SEBIની સખત ચેતવણી

મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોન માફી સામે ગુજરાતમાં ખેડૂતોને રાહતની વાછટ પણ નહી..!

મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોન માફી સામે ગુજરાતમાં ખેડૂતોને રાહતની વાછટ પણ નહી..!

યુ.પી.માં શેરડીમાંથી ઈકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક બનાવવાના પ્લાન્ટનો પ્રારંભ

યુ.પી.માં શેરડીમાંથી ઈકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક બનાવવાના પ્લાન્ટનો પ્રારંભ

'અર્નબ' વાવાઝોડાનું કાકીનાડા પાસે ભયાનક રીતે ત્રાટક્યું

'અર્નબ' વાવાઝોડાનું કાકીનાડા પાસે ભયાનક રીતે ત્રાટક્યું