મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોન માફી સામે ગુજરાતમાં ખેડૂતોને રાહતની વાછટ પણ નહી..! Oct 28, 2026 ગાંધીનગર,2% વ્યાજ રાહત સામે ખેડૂતોનો ભારે રોષ, 12 નવેમ્બરથી આંદોલનનું અલ્ટીમેટમએક તરફ મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને મોટો આર્થિક ટેકો આપી રહી છે, તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને માત્ર 2 ટકા વ્યાજ સહાય આપી સંતોષ મનાવાતાં રાજ્યનો કિસાન વર્ગ રોષે ભરાયો છે અને સરકાર ધર્મસંકટમાં મુકાઈ છે.ચાલુ વર્ષે રાજ્યમાં અનિયમિત અને ઓછા વરસાદના કારણે પિયતના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. તેમ છતાં સરકારે માત્ર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જેવા ચાર જ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. જેના કારણે રાજકોટ, બનાસકાંઠાના વાવ અને થરા, જૂનાગઢ, મહેસાણા તેમજ અરવલ્લી જેવા ભારે વરસાદની અછત ધરાવતા વિસ્તારોના ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. મોંઘા ખાતર, બિયારણ અને વધતા દેવાના બોજ તળે દબાયેલા ખેડૂતોએ સંપૂર્ણ પાક ધિરાણ માફી અને યોગ્ય પાક વળતરની માંગ સાથે આગામી 12 નવેમ્બરથી રાજ્યવ્યાપી આંદોલન કરવાની સખત ચીમકી ઉચ્ચારી છે. Previous Post Next Post