યુ.પી.માં શેરડીમાંથી ઈકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક બનાવવાના પ્લાન્ટનો પ્રારંભ Oct 28, 2026 લખીમપુર ખીરી,લખીમપુર ખીરીમાં રૂ. 3,080 કરોડના માતબર રોકાણે ગ્રીન ઇકોનોમી તરફ ઐતિહાસિક કદમદેશના પ્રથમ લાર્જ-સ્કેલ પી.એલ.એ. બાયોપ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના કુંભી ખાતે કરવામાં આવી છે. આ અત્યાધુનિક અને સંપૂર્ણપણે એકીકૃત પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 3,080 કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે.પરંપરાગત પ્લાસ્ટિક અને પોલીથીનથી થતા ગંભીર પ્રદૂષણને નાથવા માટે આ પ્લાન્ટમાં શેરડીના રસમાંથી સીધું જ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક તૈયાર કરવામાં આવશે. આ પર્યાવરણ ફ્રેન્ડલી પ્લાસ્ટિકની ખાસિયત એ છે કે તે જમીનમાં નાખવાથી થોડા જ મહિનાઓમાં કુદરતી રીતે ભળી જાય છે.બલરામપુર ચીની મિલ્સના ઉપક્રમે શરૂ થયેલા આ વિશાળ પ્રોજેક્ટના સંચાલનથી દેશ વિદેશી પ્લાસ્ટિક પરની નિર્ભરતા ઘટાડીને ગ્રીન ગ્રોથ અને આત્મનિર્ભર ભારત તરફ મજબૂત ગતિ કરશે અને સ્થાનિક ખેડૂતો અને રોજગારીને પણ વેગ મળશે. Previous Post Next Post