'અર્નબ' વાવાઝોડાનું કાકીનાડા પાસે ભયાનક રીતે ત્રાટક્યું Oct 28, 2026 વિશાખાપટ્ટનમ,150 કિમીની સ્પીડે ફૂંકાયા તોફાની પવનો: આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે તબાહીબંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન 'અર્નબ' મંગળવારે મોડી રાત્રે અંદાજે 1:20 વાગ્યાની આસપાસ આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક કિનારે ત્રાટક્યું હતું. આ વેળાએ કલાકના 150 કિલોમીટરની તીવ્ર ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે આંધ્રપ્રદેશ અને પાડોશી રાજ્ય ઓડિશાના તટીય વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો છે.વાવાઝોડાના પગલે વિશાખાપટ્ટનમ, અનકાપલ્લી, કોનસીમા, તેમજ પૂર્વ અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાઓમાં 100 મિલીમીટરથી વધુ મુશળધાર વરસાદ ખાબક્યો છે. વિશાખાપટ્ટનમના પ્રસિદ્ધ આર.કે. બીચ પર દરિયામાં ઉંચા રાક્ષસી મોજાં ઉછળ્યા હતા. તોફાની પવનના કારણે સેંકડો મોટા વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થઈ જતાં વીજ પુરવઠો અને માર્ગ વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. વહીવટી તંત્રએ 84,000 થી વધુ લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડ્યા છે. Previous Post Next Post