મિડટર્મ ચૂંટણીઓ બાદ ઈરાન પર 'મધર ઓફ ઓલ બોમ્બ્સ' ઝીંકવાની તૈયારી

મિડટર્મ ચૂંટણીઓ બાદ ઈરાન પર 'મધર ઓફ ઓલ બોમ્બ્સ' ઝીંકવાની તૈયારી

નવી દિલ્હી,

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના એંધાણ: ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના મોટા હુમલાનું પ્લાનિંગ

આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકામાં યોજાનારી મિડટર્મ ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ઈરાનના પરમાણુ મથકો, મિસાઈલ-ડ્રોન ભંડાર અને ઊર્જા માળખા પર તીવ્ર સૈન્ય હુમલા કરવામાં આવી શકે છે.

આ સંભવિત સૈન્ય અભિયાનમાં ઈરાનના પહાડો નીચે ઊંડે છુપાયેલા અત્યંત સંવેદનશીલ પરમાણુ કેન્દ્ર 'પિકએક્સ માઉન્ટેન'ને મુખ્ય નિશાન બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આ ભૂગર્ભીય કિલ્લેબંધીને ધ્વસ્ત કરવા માટે અમેરિકા ૨૨,૦૦૦ પાઉન્ડ વજન ધરાવતા ભયાનક બોમ્બ GBU-43/B, જેને સામાન્ય ભાષામાં મધર ઓફ ઓલ બોમ્બ્સ તરીકે ઓળખવામાં આવે છે, તેના ઉપયોગ પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે.

અહેવાલો અનુસાર, આ સૈન્ય ઝુંબેશ ૩ દિવસ સુધી ચાલનારી અત્યંત તીવ્ર અને ટૂંકી હોઈ શકે છે, જેનો મુખ્ય હેતુ ઈરાનને પરમાણુ મુદ્દે ટેબલ વાટાઘાટો માટે મજબૂર કરવાનો છે. જોકે, ઈરાનની ઓઈલ રિફાઈનરીઓ પર હુમલો કરવાથી વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને અમેરિકામાં પેટ્રોલના ભાવ ભડકે બળવાની ભીતિ હોવાથી, ઊર્જા ક્ષેત્રને નિશાન બનાવવા અંગે અમેરિકી અધિકારીઓમાં હજુ વિચારણા ચાલી રહી છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!