પંજાબના એન્ટી-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિન્દર ઝોટાની ગોળી મારી Oct 13, 2026 માનસા,માનસામાં મેડિકલ સ્ટોર સંચાલકે ગોળીઓ મારીપંજાબના માનસામાં મંગળવારે સવારે એન્ટી-ડ્રગ (નશા વિરોધી) કાર્યકર્તા પરવિન્દર ઝોટાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. એક મેડિકલ સ્ટોરના માલિક દ્વારા તેમને ગોળી મારવામાં આવતા આખી ઘટનાને કારણે વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. આ હુમલામાં પરવિન્દર ઝોટાનો એક સાથી પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઝોટાએ એક ગ્રાહકને નશીલા પદાર્થો વેચવાના આરોપસર મેડિકલ સ્ટોરના માલિક સાથે પૂછપરછ કરી અને સવાલ-જવાબ કર્યા હતા.બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ દુકાનદારે કથિત રીતે પરવિન્દર ઝોટા પર ગોળી ચલાવી દીધી હતી. ગોળીબારની આ ઘટના બાદ આરોપી મેડિકલ સ્ટોર બંધ કરીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ બનાવની માહિતી મળતા જ પરવિન્દર ઝોટાના સમર્થકો પણ તેમના ઘરની બહાર એકઠા થવા લાગ્યા હતા. Previous Post Next Post