રાજકોટમાં મેરેજ બ્યુરો અને સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર દરોડા, ૩ ઝડપાયા

રાજકોટમાં મેરેજ બ્યુરો અને સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર દરોડા, ૩ ઝડપાયા

રાજકોટ,

વિરાણી ચોક અને કોસ્મો કોમ્પ્લેક્ષમાંથી કુટણખાનું ઝડપાયું, દિલ્હી-યુપીની યુવતીઓ મુક્ત કરાઈ
 

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને કલંકિત કરતી બે ગંભીર ઘટનાઓ સામે આવી છે.

શહેરના વ્યસ્ત ગણાતા વિરાણી ચોક વિસ્તારમાં 'શ્રી મેરેજ બ્યુરો' ની આડમાં અને કોસ્મો કોમ્પ્લેક્ષમાં આવેલા 'સ્પા' ની આડમાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

આ દરોડા દરમિયાન મેરેજ બ્યુરોમાંથી જયશ્રીબેન ઉર્ફે મીનાબેન અને તેમના પુત્ર મીતની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સ્પામાંથી રાજસ્થાનના યુવાન ગણેશ મીનાને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આ સ્પામાં દિલ્હી, ઉત્તર પ્રદેશ તેમજ જામકંડોરણા સહિતના સ્થળોથી યુવતીઓને બોલાવીને દેહવેપારનો ધંધો ચલાવાતો હતો. પોલીસે દરોડા દરમિયાન ફસાયેલી યુવતીઓને હેમખેમ મુક્ત કરાવી છે.

You may also like

ગુજરાતના ૪ જિલ્લામાં જાહેર કરાયેલી હેક્ટરદીઠ ₹૮,૫૦૦ની સહાય ‘મજાક’ સમાન

ગુજરાતના ૪ જિલ્લામાં જાહેર કરાયેલી હેક્ટરદીઠ ₹૮,૫૦૦ની સહાય ‘મજાક’ સમાન

માઈક્રોસોફ્ટ દ્વારા ભારત સહિત ૪ દેશોના ૬૦ હજાર કર્મચારીઓ માટે VRSની જાહેરાત

માઈક્રોસોફ્ટ દ્વારા ભારત સહિત ૪ દેશોના ૬૦ હજાર કર્મચારીઓ માટે VRSની જાહેરાત

અમેરિકામાં વોટ ચોરીના પુરાવા આપનારને કરોડો રૂપિયાના ઈનામની ટ્રમ્પની જાહેરાત

અમેરિકામાં વોટ ચોરીના પુરાવા આપનારને કરોડો રૂપિયાના ઈનામની ટ્રમ્પની જાહેરાત

સાળંગપુરમાં કષ્ટભંજનદેવનો ૧૭૮મો ભવ્ય ત્રિદિવસીય પાટોત્સવ ઉજવાશે

સાળંગપુરમાં કષ્ટભંજનદેવનો ૧૭૮મો ભવ્ય ત્રિદિવસીય પાટોત્સવ ઉજવાશે