રાજકોટમાં રેકોર્ડબ્રેક મગફળીની ૬૫ હજાર ગુણીની જંગી આવકથી માર્કેટ યાર્ડ ઉભરાયું Oct 27, 2026 રાજકોટ,વિવિધ જણસી ભરેલા ૯૦૦થી વધુ વાહનોની લાંબી કતારો લાગીરાજકોટ યાર્ડમાં મગફળીની સિઝન પુરબહારમાં ખીલી છે અને માત્ર એક જ દિવસમાં મગફળીની અંદાજે ૬૫,૦૦૦ જેટલી માતબર ગુણીઓની જંગી આવક નોંધાઈ છે.મગફળી સહિતની વિવિધ અનાજ અને કઠોળની જણસીઓ લઈને આવેલા ૯૦૦થી વધુ નાના-મોટા વાહનો અને ટ્રકોની યાર્ડની આસપાસ લાંબી કતારો લાગી ગઈ છે. સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પાક સાથે રાજકોટ યાર્ડ પર પહોંચી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક અને વેપારી ગતિવિધિઓ પણ તેજ બની છે. યાર્ડમાં ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે વહીવટી તંત્ર અને વેપારીઓ દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. Previous Post Next Post