દેશભરમાં વરસાદી માહોલ, મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ સુધી જળબંબાકાર

દેશભરમાં વરસાદી માહોલ, મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ સુધી જળબંબાકાર

નવી દિલ્હી ,

થાણેમાં જળબંબાકાર, મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં ઘરોમાં ઘુસ્યા પાણી

દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મહારાષ્ટ્રના થાણેમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે. બીજી તરફ, મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘુસી જવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે, જેનાથી ખેતીલાયક પાકને નવી જીવતદાન મળ્યું છે, જોકે કેટલાક વિસ્તારોમાં જળભરાવની સમસ્યા પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત, રાજસ્થાનમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ આ રાજ્યોમાં વરસાદનો સિલસિલો યથાવત રહેવાની શક્યતા છે. પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ