તહેવારોની ભીડને પહોંચી વળવા રાજકોટ-બરૌની ટ્રેન દોડશે: બુકિંગ શરૂ Nov 04, 2026 રાજકોટ,દિવાળી અને છઠ પૂજા જેવા આગામી તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે તંત્ર દ્વારા રાજકોટથી બિહારના બરૌની વચ્ચે ‘ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન’ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેનું ટિકિટ બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે.રાજકોટ ડિવિઝનના સુનિલ કુમાર મીણાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર ૦૯૫૬૯/૦૯૫૭૦ રાજકોટ-બરૌની સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ ભાડા સાથે ૪ ફેરા (ટ્રીપ) માટે ચલાવવામાં આવશે. આ ટ્રેન રાજકોટથી વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, જયપુર, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી અને છપરા જેવા વિભિન્ન સ્ટેશનો પરથી પસાર થશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ સામેલ કરાયા છે. મુસાફરો આઈઆરસીટીસી (IRCTC) વેબસાઇટ અથવા રેલવે રિઝર્વેશન સેન્ટર પરથી બુકિંગ કરાવી શકશે. Previous Post Next Post