વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી સ્થાનિક શક્તિના આધારે વૈશ્વિક વિકાસ દિશામાં આગળ વધતું રાજકોટ શહેર નવી ગતિ મેળવે

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી સ્થાનિક શક્તિના આધારે વૈશ્વિક વિકાસ દિશામાં આગળ વધતું રાજકોટ શહેર નવી ગતિ મેળવે

વિકાસ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનું કેન્દ્ર બની રહેલું રાજકોટ હવે “વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ” સાથે વૈશ્વિક મંચ પર પોતાની મજબૂત હાજરી નોંધાવવાની તૈયારીમાં છે. રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટી ખાતે 11 જાન્યુઆરીના રોજ યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અને ટ્રેડ શોનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને થવાનું છે. આ કોન્ફરન્સ ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાઓ, MSME શક્તિ અને સ્ટાર્ટઅપ સંભાવનાઓને નવી દિશા આપશે.

‘Regional Aspirations, Global Ambitions’ થીમ સાથે યોજાનાર આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, નીતિનિર્માતા અને નિષ્ણાતો એક મંચ પર એકત્રિત થશે. હજારો રજિસ્ટ્રેશનો અને અનેક આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઇઝેશનોની ભાગીદારી આ કોન્ફરન્સની વૈશ્વિક વિશ્વસનીયતા દર્શાવે છે. ડિફેન્સ, એરોસ્પેસ, ગ્રીન એનર્જી, MSME, સ્ટાર્ટઅપ્સ અને નવી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં યોજાનારા સેમિનાર, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને B2B સંવાદો રાજકોટ માટે ઉદ્યોગિક વિકાસની નવી તકો ઉજાગર કરશે.
 

દ્રષ્ટિવાન નેતૃત્વથી “વાઇબ્રન્ટ” બન્યું રાજકોટ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવાન નેતૃત્વ હેઠળ નાગરિક સુવિધાઓમાં ગુણવત્તા વધારો, રોજગારની નવી તકો, ટેકનોલોજી આધારિત સેવાઓ અને જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણથી રાજકોટને સાચી અર્થમાં “વાઇબ્રન્ટ” ઓળખ મળી છે. સરકાર–તંત્ર–જનસહયોગના સુમેળથી રાજકોટને ગતિ સાથે દિશા પણ મળી છે.
 

વર્ષ 2025 : વિકાસ અને વિશ્વાસનો સુવર્ણ અધ્યાય

વર્ષ 2025 રાજકોટ માટે વિકાસ, વિશ્વાસ અને વૈભવનો સુવર્ણ અધ્યાય સાબિત થયો. મુખ્યમંત્રીના સશક્ત નેતૃત્વ હેઠળ શહેરને અનેક મહત્ત્વાકાંક્ષી અને લોકહિતકારી પ્રકલ્પોની ભેટ મળી, જેના કારણે રાજકોટએ સર્વાંગી વિકાસની નવી ઊંચાઈઓ સ્પર્શી છે.
 

હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ: સૌરાષ્ટ્રના વિકાસનો પ્રતિક

હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ સૌરાષ્ટ્રના સર્વાંગી વિકાસનું પ્રતિક બની ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યો છે. અમદાવાદ–રાજકોટ હાઇવે પર સ્થિત હોવાના કારણે લોજિસ્ટિક્સ ખર્ચ અને સમય ઘટાડાયો છે. મોરબીના સિરામિક ઉદ્યોગ, જામનગર તથા આસપાસના ઉદ્યોગોને વિશેષ લાભ થયો છે. ટ્રાવેલ લોજિસ્ટિક્સ, હોટેલ, રેસ્ટોરાં, વેરહાઉસિંગ, કાર્ગો હેન્ડલિંગ અને ક્લીયરિંગ બિઝનેસને નવી ગતિ મળી છે.
 

સુરક્ષા અને ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટમાં અદ્યતન Cyber Sentinels Lab તથા Mounted Police Line ખાતે રૂ. 2926 લાખના ખર્ચે નિર્મિત B-કક્ષાના 108 પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ડિજિટલ ગુનાઓ, સાયબર ફ્રોડ અને ડિજિટલ હેરેસમેન્ટના ઝડપી નિરાકરણમાં ગુજરાત આજે અગ્રેસર બન્યું છે. રાજકોટ પોલીસ દ્વારા વિકસાવવામાં આવેલા 5 જેટલા સોફ્ટવેર ડિજિટલ ગુનાઓ અટકાવવામાં અસરકારક સાબિત થઈ રહ્યા છે.
 

કલા અને સંસ્કૃતિનું સંવર્ધન

વિકાસ સાથે સંસ્કૃતિનું સંરક્ષણ રાજકોટની વિશેષ ઓળખ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 5.90 કરોડના ખર્ચે નિર્મિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના નવસર્જિત એક્ઝિબિશન હોલનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના કરકમળે કરવામાં આવ્યું હતું.
 

વીજળી, પાણી અને માર્ગ સુવિધાઓમાં મજબૂતી

ગુજરાત ઊર્જા પરિવહન નિગમ દ્વારા રૂ. 238.11 કરોડના ખર્ચે 66 KVના 7 નવા સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂ. 84.29 કરોડના ખર્ચે મોવિયા, મચ્છુ-1 અને પડધરી જૂથ પાણી પુરવઠા યોજનાઓના વિસ્તરણથી 132 ગામ-નગરોના અંદાજે 3.70 લાખથી વધુ નાગરિકોને પ્રતિ વ્યક્તિ 100 લિટર પાણી ઉપલબ્ધ થયું છે.
 

માર્ગ માળખામાં મોટો સુધાર

મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટ જિલ્લાના 6 રસ્તાઓ અને 2 પુલના ખાતમુહૂર્ત તેમજ ખીરસરાથી લોધિકા માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું. માર્ગ મકાન વિભાગ હેઠળ રૂ. 112 કરોડથી વધુના ખર્ચે 5 રસ્તા અને 2 પુલ, તેમજ રૂડા હેઠળ રૂ. 6 કરોડથી વધુના ગાડા માર્ગના વિકાસ સાથે કુલ 118 કરોડથી વધુના માર્ગ વિકાસ કાર્યોથી જિલ્લાની આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓને નવી ગતિ મળી છે.
 

યુવા શક્તિનું સશક્તિકરણ

“વિકાસ સપ્તાહ” અંતર્ગત યોજાયેલા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભમાં વર્ષ 2025 દરમિયાન 721 યુવાનોને રોજગાર પત્રો, 701 ITI તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર અને 6 MoU કરવામાં આવ્યા. “Har Ghar Swadeshi” વિચાર સાથે સ્થાનિક ઉત્પાદન અને રોજગારને મજબૂત બનાવવાનો પ્રયાસ સતત આગળ વધી રહ્યો છે.

વિકાસના દરેક આયામને સ્પર્શતું રાજકોટ આજે પ્રગતિશીલ અને પ્રેરણાદાયી શહેર બની ઊભર્યું છે. સુવિધાઓ, સંસ્કૃતિનું સંવર્ધન અને યુવા શક્તિનું સશક્તિકરણ—આ તમામ પાસાંઓએ રાજકોટને સાચી અર્થમાં “વાઇબ્રન્ટ” ઓળખ આપી છે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સાથે રાજકોટ હવે વૈશ્વિક મંચ પર પોતાના સંભાવનાઓનો વિશ્વાસપૂર્વક પરિચય કરાવી રહ્યું છે.

You may also like

IPL 2026માં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનો ધમાકો: સૌથી ઝડપી 500 રન સાથે બે મોટા રેકોર્ડ પોતાના નામે

IPL 2026માં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનો ધમાકો: સૌથી ઝડપી 500 રન સાથે બે મોટા રેકોર્ડ પોતાના નામે

રાજકોટની 112 વર્ષ જૂની ‘શ્રી સત્ય વિજય પટેલ આઈસ્ક્રીમ’ હવે મોરબીમાં, સ્વાદપ્રેમીઓમાં ઉત્સાહ

રાજકોટની 112 વર્ષ જૂની ‘શ્રી સત્ય વિજય પટેલ આઈસ્ક્રીમ’ હવે મોરબીમાં, સ્વાદપ્રેમીઓમાં ઉત્સાહ

રાજકોટમાં બપોરે 40 ડિગ્રી સાથે તાપમાનનો કહેર, 14 કિ.મી.ની ઝડપે ફૂંકાતી લૂથી જનજીવન પ્રભાવિત

રાજકોટમાં બપોરે 40 ડિગ્રી સાથે તાપમાનનો કહેર, 14 કિ.મી.ની ઝડપે ફૂંકાતી લૂથી જનજીવન પ્રભાવિત

AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ

AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ