અમદાવાદમાં રૂ. ૨૫.૬૪ કરોડના કેસમાં ડ્રોન દ્વારા સપ્લાયનો ખુલાસો Oct 31, 2026 અમદાવાદ,સરહદી વિસ્તારોથી હેરાફેરી, હવાલા કૌભાંડ અને ત્રણ નવા સપ્લાયરોના નામ બહાર આવ્યાગુજરાતના મુખ્ય નગર અમદાવાદમાં અગાઉ પકડાયેલા અધધ રૂ. ૨૫.૬૪ કરોડના જંગી ડ્રગ્સનો મોટો જથ્થો કોઈ સામાન્ય માર્ગે નહીં, પરંતુ દેશના સરહદ પારથી ગેરકાયદે માલ મોકલવા માટે આધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેના દ્વારા આંતરરાષ્ટ્રીય કે રાજ્યની સરહદથી અંદર ત્રણ કિલોમીટર સુધી ડ્રગ્સની હેરાફેરી અને ડિલિવરી કરાતી હતી. આટલું જ નહીં, પરંતુ ડ્રગ્સના વેચાણથી મળતી કરોડો રૂપિયાની માતબર રકમ હવાલા માધ્યમથી વિદેશમાં મોકલી આપવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે.તપાસ દરમિયાન વધુ ત્રણ નવા ડ્રગ સપ્લાયરોના નામ પણ ખૂલી ગયા છે. આ ગુનાહિત નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને ગુનેગારોનું આર્થિક સામ્રાજ્ય તોડી પાડવા માટે પોલીસે ગેરકાયદે સંપત્તિ ઊભી કરનાર આરોપીઓની મિલકતો ટાંચમાં લેવા અને જપ્ત કરવાની સત્તાવાર કાર્યવાહી શરૂ કરી દીધી છે. Previous Post Next Post