એન્જિનમાં આગ લાગ્યા બાદ ઓખાના મધદરિયે ફિશિંગ બોટની જળસમાધિ Oct 31, 2026 દેવભૂમિ દ્વારકા,અન્ય માછીમારોની સતર્કતાથી પાંચ ખલાસીઓનો ચમત્કારિક બચાવઓખા પાસે માછીમારી કરવા ગયેલી સલાયા બંદરની 'ફેઝાને કામુલસા' નામની ફિશિંગ બોટમાં મધદરિયે અચાનક ગંભીર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બોટની મશીનરીમાં આગ લાગ્યા બાદ આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે બોટ હળવા વિસ્ફોટ સાથે મધદરિયે જ જળસમાધિ પામી ગઈ હતી અને પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગઈ હતી.આ દુર્ઘટના સમયે બોટમાં કુલ પાંચ જેટલા ખલાસીઓ સવાર હતા.સદનસીબે તે જ સમયે દરિયામાં આસપાસ અન્ય માછીમારી માટે રહેલી બીજી બોટોના માછીમારો મદદે દોડી આવ્યા હતા અને સમયસૂચકતા દાખવીને પાંચેય ખલાસીઓને હેમખેમ અને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. જોકે, બોટ માલિક હાસમ આદમ ચમડીયાને બોટ અને સાધનો બળી જવાના કારણે લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. Previous Post Next Post