શાળાઓમાં ધાબા બનશે પ્લેગ્રાઉન્ડ!: શિક્ષણ વિભાગના નવા નિયમ સામે વિવાદ Nov 04, 2026 રાજકોટ,વિદ્યાર્થીઓની સલામતી સામે ઉઠ્યા ગંભીર સવાલોશિક્ષણ વિભાગ દ્વારા લાવવામાં આવેલા નવા સુધારા અનુસાર, હવે મેદાન ન ધરાવતી શાળાઓ પણ પોતાના બિલ્ડિંગના ટેરેસ (ધાબા)નો રમતગમતના મેદાન તરીકે ઉપયોગ કરી શકશે અને તેને વર્ટિકલ પ્લેગ્રાઉન્ડ તરીકે માન્યતા આપવામાં આવશે.આ નવા નિર્ણયથી શિક્ષણ જગતમાં આશ્ચર્ય ફેલાયું છે અને નિષ્ણાતો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે શું હવે બાળકો જમીન પર રમવાને બદલે માત્ર ધાબાની ચાર દીવાલો વચ્ચે દોડીને ઓલિમ્પિક મેડલ મેળવવાની તાલીમ મેળવશે? અગાઉના કડક નિયમો મુજબ મેદાન વગર શાળા ચલાવવા પર પ્રતિબંધ હતો અને આપત્તિ કે દુર્ઘટના સમયે ઝડપી બચાવની જોગવાઈ અનિવાર્ય હતી, પરંતુ સરકારે આ સુરક્ષા કવચ સમાન નિયમો હળવા કરતા વિદ્યાર્થીઓની સલામતી સામે ગંભીર જોખમ ઊભું થયું છે. Previous Post Next Post