અમદાવાદ-ગાંધીનગરમાં એસએમસીનો સપાટો: ૪ ગેરકાયદે હુક્કાબાર ઝડપાયા

અમદાવાદ-ગાંધીનગરમાં એસએમસીનો સપાટો: ૪ ગેરકાયદે હુક્કાબાર ઝડપાયા

અમદાવાદ,

૨૦ શખ્સો ઝડપાયા, બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
 

રાજ્યમાં ગેરકાયદે રીતે ધમધમતા હુક્કાબાર સામે પોલીસ વડા  જી.એસ. મલિકના કડક આદેશો બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં સપાટો બોલાવ્યો છે. એસએમસીની ટીમે અચાનક દરોડા પાડીને કેફે અને લાઉન્જની આડમાં ચાલતા ચાર ગેરકાયદે હુક્કાબાર ઝડપી પાડ્યા છે.

આ કાર્યવાહી દરમિયાન ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં આવેલા 'ટેમ્પટેશન કેફે' તેમજ અમદાવાદના એલિસબ્રિજ, ચાંદખેડા અને સરખેજ (જેકલ લાઈવ કેફે) સહિતના ચાર સ્થળોએ ધમધમતા ગેરકાયદે હુક્કાબાર પકડાયા હતા. પોલીસે સ્થળ પરથી હુક્કાના પાઈપ, વિવિધ ફ્લેવર્સ, કોલસા, તમાકુની બનાવટો અને ડીવીઆર સહિત કુલ ૨ લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડાઓમાં બે મહિલાઓ સહિત કુલ ૨૦ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.

You may also like

અમે ટ્રમ્પને મારી નાખીશું...:તેહરાનમાં વિશાળ બેનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકી

અમે ટ્રમ્પને મારી નાખીશું...:તેહરાનમાં વિશાળ બેનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકી

દેશના ૧.૨ કરોડથી વધુ ડ્રાઈવર-ડિલિવરી બોય્સને મળશે વીમાનું સુરક્ષા કવચ

દેશના ૧.૨ કરોડથી વધુ ડ્રાઈવર-ડિલિવરી બોય્સને મળશે વીમાનું સુરક્ષા કવચ

યુએસ મિડટર્મ ચૂંટણી: સેનેટ બાદ હાઉસમાં પણ ટ્રમ્પ હારી જતા વિટો પાવરની ધમકી

યુએસ મિડટર્મ ચૂંટણી: સેનેટ બાદ હાઉસમાં પણ ટ્રમ્પ હારી જતા વિટો પાવરની ધમકી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ૧,૨૩૭ જગ્યાઓની ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ૧,૨૩૭ જગ્યાઓની ભરતી જાહેર