અમેરિકામાં અલગ-અલગ શહેરોમાં ગોળીબારથી હાહાકાર, 6 નાગરિકોના મોત Nov 02, 2026 નવી દિલ્હી,ડલાસ, અલબામા અને ઇલિનોઇસ સહિતના વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી: ડઝનબંધ લોકો ઘાયલઅમેરિકામાં હેલોવીન વીકએન્ડની ઉજવણી દરમિયાન અચાનક અંધાધૂંધ ગોળીબારના હિંસક બનાવોમાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત નીપજ્યા છે, જ્યારે ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં સૌથી વધુ હિંસક ગોળીબારની ઘટનાઓ નોંધાઈ હતી. ડલાસ ઉપરાંત અલબામા, ડેલાવેર, ઇલિનોઇસ અને અરકાન્સાસ સહિતના વિવિધ રાજ્યો અને શહેરોના વિસ્તારોમાંથી પણ ગોળીબારની ગોઝારી ઘટનાઓ સામે આવી છે. તહેવારના માહોલ વચ્ચે થયેલા આ ખૂની હુમલાઓથી સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે, અને સુરક્ષા તેમજ કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. Next Post