કાંટે ફેમ નિર્માતા-દિગ્દર્શક સંજય ગુપ્તાનું ૫૭ વર્ષની વયે આકસ્મિક નિધન Oct 31, 2026 મુંબઈ,ક્રાઈમ-એક્શન ફિલ્મોના માસ્ટર ગણાતા ગુપ્તાએ ઘરમાં જ શ્વાસ છોડ્યાજાણીતા ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને પટકથા લેખક સંજય ગુપ્તાનું ૫૭ વર્ષની વયે આકસ્મિક નિધન થયું છે. તેઓ પોતાના ઘરમાં કિચનમાં અચાનક પડી ગયા હતા, જેના કારણે તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના સમયે તેમના પત્ની અને બે પુત્રો ઘરે જ હાજર હોવા છતાં, તાત્કાલિક કોઈનું ધ્યાન નહીં જવાના કારણે સમયસર મદદ મળી શકી નહોતી.સંજય ગુપ્તા બોલિવૂડમાં ખાસ કરીને અમેરિકન એક્શન-થ્રિલર અને ક્રાઈમ ફિલ્મોનું રિમેક સર્જન કરવા માટે અતિ જાણીતા હતા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે 'આતિશ', 'કાંટે', 'કાબિલ', 'શૂટઆઉટ એટ લોખંડવાલા', 'શૂટઆઉટ એટ વડાલા', 'જઝ્બા', 'કરમ', 'ઝિંદા' અને 'મુંબઈ સાગા' જેવી સુપરહિટ તથા યાદગાર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. Previous Post Next Post