૧૮૦ દિવસના નવા બુકિંગ નિયમથી મનપાના કોમ્યુનિટી હોલ માર્ચ સુધી ફૂલ

૧૮૦ દિવસના નવા બુકિંગ નિયમથી મનપાના કોમ્યુનિટી હોલ માર્ચ સુધી ફૂલ

રાજકોટ,

બુકિંગ મર્યાદા વધારીને ૯૦થી ૧૮૦ દિવસ કરાતા નાગરિકોને મોટી રાહત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકો માટે અમલમાં મૂકવામાં આવેલો ૧૮૦ દિવસ અગાઉ હોલ બુકિંગનો નવો નિયમ તંત્ર અને અરજદારો બંને માટે ખૂબ જ ફળદાયી સાબિત થયો છે. અગાઉ હોલ બુકિંગની મર્યાદા માત્ર ૯૦ દિવસની હતી, જેને વધારીને ૧૮૦ દિવસ કરવામાં આવતાં નાગરિકોને પોતાના પરિવારના પ્રસંગો માટે આગોતરૂ આયોજન કરવામાં ભારે સરળતા રહી છે.

જેના પરિણામે મનપાના વિવિધ કોમ્યુનિટી હોલ આગામી ૨૮ માર્ચ સુધી સંપૂર્ણપણે હાઉસફુલ થઈ ગયા છે. તંત્ર દ્વારા લેવાયેલા આ લોકઉપયોગી નિર્ણયના કારણે લગ્નસરા અને અન્ય ધાર્મિક પ્રસંગો યોજતા અરજદારોને હોલ મેળવવાની અનિશ્ચિતતામાંથી મોટી મુક્તિ મળી છે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક તથા સુચારૂ બની છે.

You may also like

ન્યાયી ચૂંટણી થાય તો જ પરિણામ માન્ય રાખીશ: ટ્રમ્પની ધમકી

ન્યાયી ચૂંટણી થાય તો જ પરિણામ માન્ય રાખીશ: ટ્રમ્પની ધમકી

દક્ષિણ આફ્રિકામાં 696 ડબ્બા સાથે દોડી વિશ્વની સૌથી લાંબી ટ્રેન

દક્ષિણ આફ્રિકામાં 696 ડબ્બા સાથે દોડી વિશ્વની સૌથી લાંબી ટ્રેન

અમદાવાદમાં 1000 ફૂટની ઊંડાઈના 12 નવા બોરવેલ બનાવી જળ સંકટ સામે બાથ ભીડાશે

અમદાવાદમાં 1000 ફૂટની ઊંડાઈના 12 નવા બોરવેલ બનાવી જળ સંકટ સામે બાથ ભીડાશે

ઇન્સ્ટાગ્રામમાં લાંબા વીડિયો લાવવાની તૈયારીથી યુટ્યુબની ચિંતા વધી

ઇન્સ્ટાગ્રામમાં લાંબા વીડિયો લાવવાની તૈયારીથી યુટ્યુબની ચિંતા વધી