કર્ણાવતીથી સાણંદ ચોકડી સુધીનો ૬-લેન બ્રિજ ટૂંક સમયમાં ધમધમશે

કર્ણાવતીથી સાણંદ ચોકડી સુધીનો ૬-લેન બ્રિજ ટૂંક સમયમાં ધમધમશે

અમદાવાદ,

અમદાવાદમાં એસજી હાઈવે પર ૪.૩ કિમી લાંબા ઓવરબ્રિજનું નિર્માણ આખરી તબક્કામાં

અમદાવાદના પશ્ચિમ વિસ્તારની જીવાદોરી સમાન એસ.જી. હાઈવે પર ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે કર્ણાવતી ક્લબથી લઈને સરખેજ-સાણંદ ચોકડી સુધી એક વિશાળ અને અત્યાધુનિક ૬-લેન બ્રિજનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

તૈયાર થઈ રહેલો આ નવો એલિવેટેડ કોરિડોર અંદાજે ૪.૩ કિલોમીટર જેટલી લાંબાઈ ધરાવે છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે અને તેના શરૂ થવાથી કર્ણાવતી ક્લબથી સાણંદ ચોકડી તરફ જતા હજારો વાહનચાલકોને મોટા પ્રમાણમાં રાહત મળશે. 

સ્થાનિક પ્રશાસન અને સબંધિત વિભાગ દ્વારા આ પ્રોજેક્ટના આખરી ઓપ આપવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે, જેથી આગામી સમયમાં અમદાવાદના આ વ્યસ્ત અને મહત્વપૂર્ણ માર્ગ પર વાહનોની અવરજવર વધુ સુગમ બની શકે.