પોદાર પ્રેપ સ્કૂલના ભૂલકાંઓએ માટીમાં કરી બાળ સહજ ધીંગા-મસ્તી: બાળકો સાથે વાલીઓ પણ "મડ યોગ" કરી બન્યા પ્રકૃતિના સાથી

પોદાર પ્રેપ સ્કૂલના ભૂલકાંઓએ માટીમાં કરી બાળ સહજ ધીંગા-મસ્તી: બાળકો સાથે વાલીઓ પણ "મડ યોગ" કરી બન્યા પ્રકૃતિના સાથી

રાજકોટની શાળાનો અવિસ્મરણીય પ્રયોગ

માટી સાથેના સંપર્કથી વધશે એકાગ્રતા અને આત્મવિશ્વાસ: આ પ્રવૃત્તિને અત્યંત પ્રેરણાદાયી ગણાવતા વાલીઓ

આજના આધુનિક અને ડિજિટલ યુગમાં બાળકો સતત સ્ક્રીન અને ટેક્નોલોજી સાથે જોડાયેલા રહે છે, ત્યારે તેમને પ્રકૃતિના સાનિધ્યમાં લાવવાના ઉમદા હેતુથી પોદાર પ્રેપ સ્કૂલ દ્વારા એક વિશેષ 'મડ યોગા' (Mud Yoga) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી પ્રવૃત્તિમાં માત્ર બાળકોએ જ નહીં, પરંતુ તેમના વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યાદગાર ક્ષણો માણી હતી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ માટીમાં રમતા-રમતા વિવિધ યોગાસનો કર્યા હતા. સ્કૂલના HODએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, "મડ યોગા એ માત્ર મનોરંજન નથી, પરંતુ બાળકોના શારીરિક અને માનસિક વિકાસનું એક સશક્ત માધ્યમ છે. માટી સાથેના સંપર્કથી બાળકોમાં સર્જનાત્મકતા, એકાગ્રતા અને ટીમવર્ક જેવી ક્ષમતાઓ ખીલે છે. શિક્ષણ માત્ર પુસ્તકો સુધી મર્યાદિત ન રહેતા, જીવનમૂલ્યો અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના બાળકોમાં કેળવાય તેવો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે."

આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વાલીઓની સક્રિય સહભાગિતા રહી હતી. પોતાના સંતાનો સાથે માટીમાં વિવિધ પ્રવૃત્તિઓ કરતા વાલીઓએ સ્કૂલના આ નવીનતમ અભિગમને બિરદાવ્યો હતો. વાલીઓએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓથી પરિવારના સંબંધો મજબૂત થાય છે અને બાળકોને કુદરતી સંસાધનોના મહત્વ વિશે સમજ મળે છે. કાર્યક્રમના અંતે શિક્ષકો દ્વારા બાળકોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. પોદાર પ્રેપ સ્કૂલ દ્વારા ભવિષ્યમાં પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા શૈક્ષણિક અને સર્જનાત્મક આયોજનો ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ