ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે, તાપમાન ૩૯ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે, તાપમાન ૩૯ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

અમદાવાદ,

બંગાળની ખાડીના લો-પ્રેશરની રાજ્ય પર કોઈ અસર નહીં: રાજકોટ અને પોરબંદરમાં તાપમાન ઊંચકાયુ

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી અને વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે. ઉત્તર-પૂર્વના સૂકા પવનો ફૂંકાવાના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધુ વધશે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ અને પોરબંદર શહેરોમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસ આસપાસ પહોંચી ગયું છે, જેના કારણે બપોરના સમયે ભારે ઉકળાટ અને આકરી ગરમી અનુભવાઈ રહી છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થયું હોવા છતાં હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તેની ગુજરાત પર કોઈ અસર નહીં થાય અને આગામી એક સપ્તાહ સુધી તાપમાન ઊંચું જ રહેશે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!