રાધનપુર નજીક ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર, બે શ્રદ્ધાળુનાં મોત અને ચાર ઘાયલ Oct 23, 2026 રાધનપુર,દ્વારકાથી દર્શન કરીને પરત ફરી રહેલા સોની પરિવાર પર કાળનો પંજોપાટણ જિલ્લાના રાધનપુર-સમી હાઈવે પર રાધનપુર નજીક આવેલા ગોચનાદ ગામ પાસે પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે સોની પરિવારની કારને જોરદાર ટક્કર મારીને ફંગોળી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર બે શ્રદ્ધાળુઓનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.પરાજસ્થાનનો સોની પરિવાર દ્વારકા ખાતે દર્શન કરીને પોતાની કાર દ્વારા ભાભર ખાતે રહેતી પોતાની દીકરીના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન ગોચનાદ ગામ પાસે ટ્રક સાથે થયેલી આ ભીષણ ટક્કરમાં જમનાબહેન મોંગીલાલ અને રણજિત મોંગીલાલ નામના બે વ્યક્તિઓનાં મોત થયા હતા. જ્યારે આ અકસ્માતમાં આરોહીબહેન, અમિત, શ્રવણ અને યસકુમાર સખત રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી, જ્યાં ઇજાગ્રસ્તોને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. Previous Post Next Post