ઓનલાઈન સટ્ટાબાજીનો કૌભાંડી સગર દાશના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર Oct 31, 2026 અમદાવાદ,APX બેટિંગ કૌભાંડમાં રૂ. ૯ કરોડ ફ્રીઝઅમદાવાદ ખાતે સામે આવેલા APX નામના ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ મારફતે આચરવામાં આવેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સગર દાશની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ આરોપીને સક્ષમ PMLA અદાલતમાં રજૂ કરાતાં કોર્ટે તેના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.ED ની તપાસમાં પર્દાફાશ થયો છે કે આરોપીઓ સામાન્ય નાગરિકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી મ્યુલ બેંક એકાઉન્ટ્સ ખોલાવતા હતા અને તેમા સટ્ટાબાજીના કરોડો રૂપિયા જમા કરાવતા હતા. આ કાળા નાણાંને સફેદ કરવા અનેક શેલ કંપનીઓ ઊભી કરાઈ હતી તથા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છુપાવવા બનાવટી દસ્તાવેજોના આધારે ક્રિપ્ટો કરન્સી ખાતાંઓ પણ ચલાવાતાં હતાં. દરોડા દરમિયાન તપાસ એજન્સીએ રૂ. ૯ કરોડથી વધુની રકમ ફ્રીઝ કરી દીધી છે. Previous Post Next Post