કપાસ આયાત પર મોટી રાહત: કેન્દ્ર સરકારે કસ્ટમ ડ્યૂટી મુદત લંબાવી Oct 31, 2026 નવી દિલ્હી,કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી શૂન્ય ટકા કસ્ટમ ડ્યૂટી યથાવતદેશમાં કપાસનું ઉત્પાદન ઘટવાની આશંકા અને મંડીઓમાં રોજના ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ ગાંસડીની ઓછી આવક નોંધાઈ રહી હોવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારે કપાસની આયાત પર લાગુ '૦ ટકા કસ્ટમ ડ્યૂટી' ની છૂટને આગામી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ આ મુદત ૩૧ ઓક્ટોબર સુધી જ મર્યાદિત હતી.સરકારના આ સકારાત્મક પગલાથી દેશભરની કાપડ મિલો અને સ્પિનિંગ યુનિટ્સને મોટો ફાયદો થશે. કપાસની આયાત પર ૧૧ ટકા સુધીની આ ટેક્સ ડ્યુટી નાબૂદ રહેવાથી મિલોને સસ્તા દરે કાચો માલ ઉપલબ્ધ બનશે, જેનાથી એક તરફ ઉત્પાદન ખર્ચ ઘટશે અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય કાપડ ઉદ્યોગની સ્પર્ધાત્મક શક્તિ વધુ મજબૂત બનશે. Previous Post Next Post