તેલ પુરવઠા માર્ગો પરના હુમલા આંતરરાષ્ટ્રીય ષડયંત્ર: વિદેશ મંત્રી એસ. જયશંકર

તેલ પુરવઠા માર્ગો પરના હુમલા આંતરરાષ્ટ્રીય ષડયંત્ર: વિદેશ મંત્રી એસ. જયશંકર

નવી દિલ્હી,

એટલાન્ટામાં યોજાયેલી G20 બેઠકમાં મુદ્દો ઉઠાવી કહ્યું, કંઇક તો કરવું પડશે

અમેરિકાના એટલાન્ટા ખાતે યોજાયેલી જી-૨૦ (G20) દેશોના વિદેશ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે 
સ્પષ્ટપણે જણાવ્યું છે કે હાલમાં તેલ પુરવઠા માર્ગો પર કરવામાં આવતા હુમલાઓ અને આડેધડ પ્રતિબંધો કોઈ અકસ્માત નહીં પરંતુ ઇરાદાપૂર્વકની રણનીતિ અને આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ છે, જેનો સામનો કરવા માટે વૈશ્વિક સ્તરે નક્કર પગલાં લેવા પડશે અને "કંઇક તો કરવું જ પડશે."

એસ. જયશંકરે ઉમેર્યું હતું કે વિશ્વ હાલમાં જે ઊર્જા સંકટનો સામનો કરી રહ્યો છે તે વાસ્તવમાં ઉત્પાદનનું સંકટ નથી, પરંતુ અસ્થિરતા અને પુરવઠામાં જાણી જોઈને ઊભો કરાયેલો વિક્ષેપ છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પણ આ બાબતે ભાર મૂકતા જણાવ્યું હતું કે ઊર્જા વેપાર અને તેના માળખાકીય માર્ગો પરના ઈરાદાપૂર્વકના હુમલાઓ ભાવ નિયંત્રણ માટેની સુવ્યવસ્થિત ચાલ છે.

You may also like

કપાસ આયાત પર મોટી રાહત: કેન્દ્ર સરકારે કસ્ટમ ડ્યૂટી મુદત લંબાવી

કપાસ આયાત પર મોટી રાહત: કેન્દ્ર સરકારે કસ્ટમ ડ્યૂટી મુદત લંબાવી

મહારાષ્ટ્રમાં બે વખત ધ્રૂજી ધરતી, ભારત સહિત ચાર દેશોમાં પણ આંચકા

મહારાષ્ટ્રમાં બે વખત ધ્રૂજી ધરતી, ભારત સહિત ચાર દેશોમાં પણ આંચકા

ઓનલાઈન સટ્ટાબાજીનો કૌભાંડી સગર દાશના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર