મહારાષ્ટ્રમાં બે વખત ધ્રૂજી ધરતી, ભારત સહિત ચાર દેશોમાં પણ આંચકા

મહારાષ્ટ્રમાં બે વખત ધ્રૂજી ધરતી, ભારત સહિત ચાર દેશોમાં પણ આંચકા

નવી દિલ્હી,

અફઘાનિસ્તાન, તિબેટ, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં પણ ભૂકંપનો અનુભવ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં શનિવારે મધરાતના સુમારે ટૂંકા સમયગાળામાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રથમ ભૂકંપ રાત્રે ૧૨:૫૪ વાગ્યે નોંધાયો હતો, જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૩.૨ માપવામાં આવી હતી. આ આંચકાના થોડા સમય બાદ જ, એટલે કે રાત્રે ૧:૩૦ વાગ્યે ફરી એકવાર ધરતી ધ્રૂજી હતી, જેની તીવ્રતા ૨.૧ નોંધાઈ હતી.

ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, તિબેટ, મ્યાનમાર અને બાંગ્લાદેશ જેવા ચાર મુખ્ય દેશોમાં પણ સમાન સમયગાળા દરમિયાન ધરતીકંપ થવાથી લોકોમાં થોડીવાર માટે ગભરાટ ફેલાઈ ગયો હતો. સદનસીબે આ આંચકાઓને કારણે કોઈપણ જગ્યાએ મોટા જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ અડધી રાત્રે વારંવાર ધરતી ધ્રૂજવાથી નાગરિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

You may also like

એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા ભારતીય વાયુસેનામાં નવા ચીફ

એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા ભારતીય વાયુસેનામાં નવા ચીફ

અમદાવાદમાં રૂ. ૨૫.૬૪ કરોડના કેસમાં ડ્રોન દ્વારા સપ્લાયનો ખુલાસો

અમદાવાદમાં રૂ. ૨૫.૬૪ કરોડના કેસમાં ડ્રોન દ્વારા સપ્લાયનો ખુલાસો

એન્જિનમાં આગ લાગ્યા બાદ ઓખાના મધદરિયે ફિશિંગ બોટની જળસમાધિ

એન્જિનમાં આગ લાગ્યા બાદ ઓખાના મધદરિયે ફિશિંગ બોટની જળસમાધિ

કપાસ આયાત પર મોટી રાહત: કેન્દ્ર સરકારે કસ્ટમ ડ્યૂટી મુદત લંબાવી

કપાસ આયાત પર મોટી રાહત: કેન્દ્ર સરકારે કસ્ટમ ડ્યૂટી મુદત લંબાવી