ભારત સહિતના દેશો પર 100 ટકા ટેરિફ નાખવાનો પાવર ટ્રમ્પના હાથમાં Sep 17, 2026 નવી દિલ્હી,સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ 2026' બિલ પાસ, માત્ર ટ્રેમ્પની સહી બાકીઅમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે તાજેતરમાં 'Sanctioning Russia and Iran Act 2026' બિલ પસાર કર્યું છે. આ બિલને હવે કાયદાનું સ્વરૂપ લેવા માટે માત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી બાકી છે. આ કાયદો લાગુ થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે એવા દેશો પર ૧૦૦ ટકા સુધીનો આયાત શુલ્ક (ટેરિફ) લાદવાની સત્તા આવી જશે, જેઓ રશિયા પાસેથી તેલ અને ગેસની ખરીદી ચાલુ રાખે છે. આ પગલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારી સમીકરણો બદલાવાની પૂરી સંભાવના છે.ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરવામાં આવી રહી છે, ત્યારે જો અમેરિકા આ કાયદા હેઠળ કડક પગલાં લેશે તો ભારતીય અર્થતંત્ર અને વેપાર પર તેની પ્રતિકૂળ અસર પડી શકે છે. ૧૦૦ ટકા ટેરિફ લાદવામાં આવે તો ભારતીય નિકાસકારોને અમેરિકન બજારમાં મોટો ફટકો પડી શકે છે તેમજ વૈશ્વિક બજારમાં ઉર્જા સુરક્ષા અને વેપારી સંબંધોને લઈને નવા પડકારો ઊભા થઈ શકે છે. દેશના નીતિઘડવૈયાઓ માટે આ એક ચિંતાનો વિષય બન્યો છે. Previous Post Next Post