ટ્રમ્પનું પાખંડ: અન્ય દેશોને 100 ટકા ટેરિફની ચીમકી આપી અમેરિકા રશિયા સાથે વેપાર કરશે Sep 18, 2026 નવી દિલ્હી,પરમાણુ જરૂરિયાત માટે રશિયા પાસેથી ખાસ પ્રકારનું યુરેનિયમ ખરીદશે અમેરિકાઅમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ ખરીદનારા દેશો પર 100ટકા સુધીનો ભારે ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે, જેના અંતર્ગત ભારત અને ચીન જેવા રશિયાના મોટા ઊર્જા ખરીદનાર દેશો પણ આવશે. અમેરિકન પ્રતિનિધિ સભા દ્વારા તાજેતરમાં 'લિંડસે ઓ. ગ્રાહમ રશિયા અને ઈરાન પર પ્રતિબંધ લગાવતો અધિનિયમ 2026' મંજૂર કરવામાં આવ્યો છે, જે હેઠળ ડોનાલ્ડ ટ્રમ્પને આ કડક પગલાં લેવાની સત્તા મળશે.એક તરફ અમેરિકા રશિયાના ઓઇલ પર આર્થિક દબાણ વધારી રહ્યું છે, તો બીજી તરફ તેણે પોતાની પરમાણુ જરૂરિયાતો માટે રશિયાથી ખાસ પ્રકારના યુરેનિયમની આયાતનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. નવા કાનૂનમાં એવી જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે કે જે અંતર્ગત રશિયા સાથેના નાગરિક પરમાણુ સહયોગ અને ચોક્કસ પ્રકારના યુરેનિયમની આયાત પર આ પ્રતિબંધો લાગુ પડશે નહીં.આ વ્યાપક પ્રતિબંધક કાયદાના 'સેક્શન 111' અને 'સેક્શન 114' હેઠળ કેટલાક મહત્વપૂર્ણ અપવાદો રાખવામાં આવ્યા છે. અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ ઊર્જા અધિનિયમ હેઠળ થયેલા નાગરિક પરમાણુ સહયોગ સમજૂતીની પ્રવૃત્તિઓને આનાથી મુક્તિ આપવામાં આવી છે..પરમાણુ રિએક્ટરમાં વપરાતા કેટલાક ખાસ ઓછા- સંવર્ધિત યુરેનિયમ અને કેટલાક ચિકિત્સીય (મેડિકલ) આઈસોટોપની આયાત પર પ્રતિબંધ લાગુ નહીં થાય.અમેરિકાના આ બેવડા વલણ પાછળ તેની પોતાની પરમાણુ ઈંધણની જરૂરિયાતો જવાબદાર છે. અમેરિકાએ ભલે રશિયા પરની આર્થિક નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ પરમાણુ ઈંધણના મામલે સ્થિતિ અલગ છે. આંકડાકીય માહિતી મુજબ, વર્ષ 2025માં અમેરિકાના નાગરિક પરમાણુ પ્લાન્ટોએ મેળવેલી એરિચમેન્ટ સેવાઓમાં એક એકલા રશિયાનો હિસ્સો જ લગભગ 26 ટકા જેટલો મોટો હતો, જે દર્શાવે છે કે અમેરિકા આ ક્ષેત્રે રશિયા પર કયા સ્તરે નિર્ભર છે. Previous Post Next Post