રશિયા પાસેથી ક્રૂડ ખરીદતા ભારત પર અમેરિકા ૧૦૦% ટેરિફ ઝીંકવાની તૈયારીમાં

રશિયા પાસેથી ક્રૂડ ખરીદતા ભારત પર અમેરિકા ૧૦૦% ટેરિફ ઝીંકવાની તૈયારીમાં

નવી દિલ્હી,

રશિયાના ક્રૂડ ખરીદનાર ચીન સહિતના દેશો પર સકંજો કસવાનું ટ્રમ્પકાર્ડ

વૈશ્વિક તેલ બજારમાં વધતી જતી અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના વેપારને લઈને એક મોટું સંકટ ઊભું થયું છે. અમેરિકી ધારાસભ્યો દ્વારા રશિયા પરના પ્રતિબંધોને વધુ કડક બનાવવા માટે રજૂ કરાયેલા પ્રસ્તાવિત ખરડામાં અનેક નવા સુધારાઓ સામે આવ્યા છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી દીધી છે.

અમેરિકામાં રશિયા પરના પ્રતિબંધોને લઈને બિલમાં ઘણાં સંશોધનો રજૂ કરવામાં આવ્યા છે. આ બિલ 'લિન્ડસે ગ્રાહમ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ' તરીકે ઓળખાય છે, જે અગાઉ યુએસ સેનેટમાં ભારે બહુમતીથી પસાર થઈ ચૂક્યું છે. હવે આ મામલો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પહોંચ્યો છે, જ્યાં સાંસદો દ્વારા મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે.

અમેરિકાના આ નવા પ્રસ્તાવિત સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયા સાથે વેપાર કરતા દેશોને પણ દાયરામાં લેવાનો છે. જો આ ખરડો અમલમાં આવે તો ભારત અને ચીન જેવા મોટા દેશો, જેઓ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઓઇલની આયાત કરે છે, તેમને સીધા નિશાને લેવામાં આવી શકે છે. આ પ્રસ્તાવ હેઠળ રશિયન ઓઇલ ખરીદતા દેશો પર ૧૦૦ ટકા સુધીનું જંગી ટેરિફ લાદવાની જોગવાઈ પર વિચાર થઈ રહ્યો છે. જો આમ થશે તો વૈશ્વિક ઊર્જા બજાર અને સપ્લાય ચેઇનમાં ભારે હલચલ મચી શકે છે અને ભારત જેવા આયાતકાર દેશોની આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે. અમેરિકાનું માનવું છે કે રશિયા તેના ક્રૂડના વ્યાપારમાંથી મળતા નાણાંનો ઉપયોગ યુક્રેન સામેના યુદ્ધમાં કરી રહ્યું છે. આ કાયદા દ્વારા રશિયાને ક્રૂડ વેચવામાં મદદ કરી રહેલા જહાજોના કાફલા પર પણ બાજ નજર રાખવામાં આવશે.

ભારત અને ચીન જેવા દેશોના નામ જોડવાની માંગ

બિલમાં એક નવા સંશોધન હેઠળ ભારત અને ચીન જેવા રશિયાના મોટા વ્યાપારી ભાગીદાર દેશોના નામ સીધા બિલમાં જોડવાની માંગ કરવામાં આવી છે, જેથી તેમના પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવી શકાય. ડેમોક્રેટિક સાંસદ સ્ટેની હોયર દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં રશિયા પાસેથી ક્રૂડ ખરીદતા મુખ્ય દેશોને કડક નિયમોના ઘેરાવામાં લાવવાની વાત છે.

ટેરિફ પ્રાવધાન હટાવવાનો વિરોધ અને પ્રસ્તાવ

અમેરિકન સાંસદ ગ્રેગરી મીક્સે ટેરિફ પ્રાવધાન ધરાવતા સેક્શન 113 ને જ હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ ટેરિફ સત્તાઓ આપવાના વિરોધમાં છે અને તેમને અન્ય સાંસદોનો પણ ટેકો મળ્યો છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયાના નેતૃત્વ અને તેના ઉર્જા ક્ષેત્ર પર આર્થિક દબાણ વધારવાનો છે.

You may also like

ગુજરાતના 259 તાલુકામાં સચરાચર વરસાદ, સૌથી વધુ અંજારમાં 7.24 ઇંચ મેઘમહેર

ગુજરાતના 259 તાલુકામાં સચરાચર વરસાદ, સૌથી વધુ અંજારમાં 7.24 ઇંચ મેઘમહેર

નવી ઔધોગિક નીતિ હેઠળ શરતો, નિયમો જાહેર: 85 ટકા સ્થાનિક કર્મચારીઓ રાખવા પડશે

નવી ઔધોગિક નીતિ હેઠળ શરતો, નિયમો જાહેર: 85 ટકા સ્થાનિક કર્મચારીઓ રાખવા પડશે

હોરમુઝની સુરક્ષા માટે અમેરિકાએ અન્ય દેશો પાસે ખર્ચ માંગ્યો

હોરમુઝની સુરક્ષા માટે અમેરિકાએ અન્ય દેશો પાસે ખર્ચ માંગ્યો

દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થવાની સંભાવના

દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થવાની સંભાવના