સાબરમતી સહિત ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી Nov 03, 2026 ગાંધીનગર,ડીજીપી કચેરીને મેઇલ મળતા પોલીસ તંત્રમાં હાઈ એલર્ટગાંધીનગર સ્થિત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કચેરીના સત્તાવાર ઈ-મેલ પર અમદાવાદની મધ્યસ્થ સાબરમતી જેલ સહિત ગુજરાતભરની તમામ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. અજાણ્યા શખસ દ્વારા મોકલવામાં આવેલા આ ધમકીભર્યા સંદેશને પગલે રાજ્યના સુરક્ષા તંત્રમાં તંત્રો હરકતમાં આવી ગયા છે.આ ગંભીર ધમકી મળતાની સાથે જ ડીજીપી કચેરી દ્વારા રાજ્યની તમામ જેલોના અધિક્ષકો અને જિલ્લા પોલીસ વડાઓને તાત્કાલિક ધોરણે હાઈ એલર્ટ પર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદની કુખ્યાત સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો દ્વારા તાત્કાલિક પહોંચીને સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.ધમકીભર્યા ઈ-મેલમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરત સહિતની પ્રમુખ જેલોને ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઈ-મેલ મોકલનાર શખસનું આઈપી એડ્રેસ ટ્રેસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. Previous Post Next Post