ઈઝરાયલને વાર્ષિક 4 અબજ ડોલરની આર્થિક સહાય બંધ કરતું અમેરિકા Nov 04, 2026 નવી દિલ્હી,વર્ષ 2026ના અંતથી દર વર્ષે અપાતી 4 અબજ ડૉલરની ગ્રાન્ટ બંધ થશેટ્રમ્પે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ચાલુ વર્ષ 2026ના અંત પછી અમેરિકા દ્વારા ઈઝરાયલને આપવામાં આવતી અંદાજે 4 અબજ ડૉલરની વાર્ષિક આર્થિક સહાય હંમેશ માટે બંધ કરી દેવામાં આવશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ચર્ચા બાદ આ ફંડિંગ અટકાવવા અંગે આપસી સહમતિ સધાઈ ચૂકી છે, કેમ કે હવે ઈઝરાયલ આર્થિક રીતે સધ્ધર બન્યું છે અને તેને આવી કોઈ મદદની આવશ્યકતા નથી. જોકે, આ જાહેરાતની સાથે તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે અમેરિકા અગાઉની જેમ ઈઝરાયલને શસ્ત્રોનું વ્યાપારી વેચાણ યથાવત રાખશે અને સુરક્ષા મામલે જરૂર પડ્યે સાથ આપતો રહેશે. Previous Post Next Post